"હું આમ ગોતું હું તેમ ગોતું"
હું આમ ગોતું હું તેમ ગોતું તોય ના જળે મારૂ પોતીકું..! હું આમ ગોતું હું તેમ ગોતું, આમ તેમ ફાફા મારૂ, ઊંચે ગોતું નીચે ગોતું તોય ના જળે મારૂ પોતીકું..!
કઠણાઇ કેવી ઊંબરે આવે ઊંબરે અથડાવે, દોડાવી દોડાવી અધમૂવો કરે, તોય ના જળે મારૂ પોતીકું..! હું આમ ગોતું હું તેમ ગોતું તોય ના જળે મારૂ પોતીકું..!
સબંધ ના તાણા વાણા તું એવા એવા ગાતો તો, મીઠા મીઠા શબ્દો બોલી, સબંધ ટકાવી રાખતો તો, પોતીકા પાસે પોતા પણું ટાણે જ બતાવતો તો, પછી ક્યાંથી જળે મારૂ પોતીકું..! હું આમ ગોતું હું તેમ ગોતું તોય ના જળે મારૂ પોતીકું..!
સબંધ બંબધ માં માને નઈ, કેટલું કેટલું સમજાવે "સ્વયમભુ" તોય સમજે નઈ, ચીકણા વેડા છોડે નઈ, હોશિયારી પોતે કરતો જાય, સામેવાળા ને મુરખ સમજતો જાય, પોતાકા બધાય હોશિયારી સમજી જાય એટલે એનાથી દૂર થતાં જાય, પોતાની મૂર્ખતા એને સમજાય, પછી પોતિકાને ગોતવા જાય, પછી ગીત ગાતો જાય, હું આમ ગોતું હું તેમ ગોતું તોય ના જળે મારૂ પોતીકું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"