જીવન એક સફર...
હિમાચલ પ્રદેશમાં દિલીપસિંહ રાણા રહેતા હતા તેમનું બાળપણ બહું ગરીબીમાં વિત્યું હતું
તેમનો જન્મ 27 ઓગષ્ટ 1972 માં હિમાચલ પ્રદેશમાં થયો હતો
તે રેસલીંગમાં સૈથી ઉંચાછે તેમની હાઇટ 7 ફુટ સુધીનીછે જે ભારતના પહેલા નંબરના રેસલરછે
તેઓ એ ટીવી, બોલીવુડ ને હોલીવુડ ફિલ્મમોમાં પણ કામ કરી ચુક્યા છે. તેઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો ઘરની ગરીબીને કારણે તેઓ પથ્થર તોડવાનું પણ કામ કરતા હતા
તેઓ પંદર કિલોમિટર ચાલીને પથ્થર તોડવા જતા હતા તેમની આટલી ઉંચી ઉંચાઈને કારણે તેમને લોકો મજાક પણ કરી લેતા હતા
આજ તેઓ 18 નંબરના પોતાના જુતા પહેરેછે જયારે તેઓ સ્કુલમાં ભણતા હતા ત્યારે સ્કુલના છોકરાં તેમની ઘણી મજાક કરતા હતા એકવાર 1979 માં તે સ્કુલ ફી નહી ભરી શકવાને લીધે કલાસ ટીચરે ભરેલા ક્લાસમાં તેમનું અપમાન કર્યુ હતુ ત્યારબાદ તેમને સ્કુલમાંથી કાઢી મુક્યા હતા પછી તેમને સ્કુલ ને ભણતર ઉપર ઘણી નફરત થઇ ગઇ.
ત્યાર પછી તે કયારેય સ્કુલ ગયા નથી ને તેજ દિવસે તેમને મનોમન વિચાર કર્યો હતો કે હું એક દિવસ જરુર કંઇ એવુ મોટું કામ કરીને દુનિયાને બતાવી દઇશ તેઓ કદી નોનવેજ ખાતા નથી ને કયારેય દારુને અડયા નથી શુદ્ધ શાકાહારી છે તેમનુ ખલી નામ હિન્દુ દેવી કાળકા માતાના નામ ઉપરથી પડયુ જે શક્તિનું પ્રતિક માનવામાં આવેછે
રશિયાના મોસ્કો શહેરમાં તેમને કુસ્તી લડી છે પછી તેઓ અમેરિકા આવ્યા જયાં તેમને એક હોલીવુડ ફિલ્મમાં એક નાનો રોલ મળ્યો જે તેમને નિભાવ્યો પછી WWF માં રેસલીંગ માટેનો કોન્ટ્રાક મળ્યો તેમાં જોઇન્ટ થવા તેમને તે કોન્ટ્રાક ઉપર સહીઓ કરી આથી તેમને WWF તરફથી મેચ રમવાના દર વરસે દશ લાખ ડોલર મળતા હતા આમ કમાણી થવાથી તેમને હ્યુસ્ટન શહેરમાં એક મકાન ને દુકાન ખરીદ્યા પછી તો જેમ જેમ તેમની મેચ રમાતી ગઇ તેમ તેમ દેશ ને દુનિયામાં તે એટલા પ્રખ્યાત થઇ ગયા કે તેમની સામે આવનાર દરેક હરીફ કયારેય જીત્યો નથી દર વખતે તેઓ જ જીત મેળવતા હતા બસ તેમને એક પગની બિમારી હતી જે તેમનો પગ લંગાતો હતો એકવાર મેચ રમતા પડી જાય ત્યારે તેમને ફરી ઉભા થવામાં ઘણી તકલીફ પડતી હતી ત્યારે તેમના દરેક હરીફો આ તેમના પગની બિમારીનો લાભ લઈ ને કયારેક જીતી જતા હતા ને તેઓ પોતે હારી જતા હતા
એક સમયે તેમને પોલીસમાં પણ નોકરી કરેલી છે હાલ તેઓ ભારતમાં રહેછે ને ભારતમાં પણ તેઓ દરેક ને રેસલીંગ તાલીમ આપેછે. આજ તેઓ તેમના વતનમાં એક નિવૃત્ત જીવન જીવી રહયાછે.
સમાપ્ત...🙏