ચોરો પણ અલગ અલગ પ્રકારના હોયછે..ઘણા ચોર ઘરોમાં ચોરી કરતા હોયછે તો ઘણા ચોર ટ્રેન કે બસોમાં ચોરી કરતા હોયછે તો ઘણા દુકાનો કે ઓફિસ ફેકટરીઓમાં ચોરીઓ કરેછે
પણ અમુક ચોર એવા પણ હોયછે કે જેઓ ગટરના લોખંડના ઢાંકણા પણ ચોરી જતા હોયછે,
હાલ વડોદરામાં ઘણી ગટરો ખુલ્લી પડેલી છે કારણકે તેના ઢાંકણા ચોર લોકો ચોરી કરીને લઇ ગયાછે આશરે એક મહીનામાં એંસી ગટરના ઢાંકણા રોડ ઉપરથી ચોરાઇ ગયાછે પણ હજી સુધી પોલીસના ચોપડે તેની ફરિયાદ લખાઇ નથી આમ તો પોલીસ ખુદ આ બધુ જાણે છે તેથી હવે તેમને આવા ચોરોની શોધખોળ પુરજોશમાં આરંભી દીધી છે આમ તો એક મંતવ્ય પ્રમાણે તેઓનો ઇશારો ત્રણ પૈડાં વાળી સાયકલો જે લોકો ચલાવે છે તેમની ઉપર જાયછે તેમ એક ખાનગી વિડીયો જોવાથી તેમના ધ્યાનમાં આવ્યુ છે
આગળની તપાસ હાલ ચાલુ જ છે.