ગુજરાતના અમદાવાદ શહેરના ઇસ્કોન વિસતારમાં ત્રણ દોસ્તો બે અલગ અલગ બાઇકો લઇ ને કોઇ કામ માટે શહેરમાં નીકળ્યા હતા એક બાઇક ઉપર બે જણ બેઠા હતા જયારે એક બાઇક ઉપર એક જણ બેઠો હતો બંને બાઇકો રોડ ઉપર ટ્રાફીક જરા વધુ હોવાથી આગળ પાછળ ચાલતા હતા ત્યારે કોઇ એક જગ્યાએ એક સીટી બસ વળાંક લઇ રહી હતી ત્યારે પાછળ એક જણ બેઠેલા છોકરાની બાઇકને સીટી બસે પાછળથી જરાક હલકી ટકકર મારી આથી તે ઉછડીને નીચે પડી ગયો ને તે સીધો સીટી બસના પાછલા ટાયરે અથડાયો ને તેનુ ત્યાં જ મોત થઇ ગયું જયારે આગલી બાઇક ઉપર બેઠેલા બે જણને આની કોઇ જ ખબર ના હતી તેથી તેઓ આગળ ને આગળ નીકળી ગયા તો પાછલી સીટ ઉપર બેઠેલાએ પેલા છોકરાએ પાછળ ફરીને જોયુ તો પાછળ આવતો તેમનો ફ્રેન્ડ દેખાયો નહી તેથી તેમને તેમની બાઇક રીવર્સ લીધી તો આગળ જઇને જોયુ તો એક ચાર ચોકડી ઉપર એક મોટુ ટોળું જમા થયેલુ હતું પછી તેમને પોતાનુ બાઇક એક બાજુ પાર્ક કરીને તે ટોળામાં જોવા ગયા તો જોઇને નવાઇ પામી ગયા જે એકસીડન્ટમાં છોકરો મરણ પામ્યો હતો તે બીજુ કોઇ જ નહી પણ તેમનો વિખૂટો પડેલો પેલો દોસ્તાર જ હતો...!
આથી આ જોઇને તેઓ ખુબ જ રડવા લાગ્યા ને પછી તેમને પોલીસને બધી જ ઘટનાની માહિતી આપી.