આજ મારી તારાં સથવારે અદ્ભૂત યાદ બની ગઈ,
આવતીકાલ વિતાવવા ઊજૉનું મીઠું શમણું બની ગઈ!!
ગઈકાલ ની વિખરાયેલી યાદોને તરોતાજા કરી ગઈ,
વરસાદી વાતાવરણનાં માહોલને મેઘધનુષી રંગી ગઈ!!
દૂર દૂર ડુંગરાળી ઉબડ ખાબડ રાહો મનમાં વસી ગઈ,
જીવંત જીવનનાંં ચલચિત્રમાં અનેરી તક સાંપડી ગઈ!!
હાંફતાં ધબકાર સાથે હૂંફાળા હાથોમાં હાથ ધરી ગઈ,
મીઠેરા ભાવતાં ભોજનનાં આસ્વાદ દિલમાં ધરી ગઈ!!
ક્ષણિક ક્ષણોની અણધારી આફત વ્યથિત કરી ગઈ,
એકની લાંબી ખામોશી બીજાને મુખ હસી આપીગઈ!!
ઘણાં સમયથી સંઘરેલ મન માળિયા ખાલી કરી ગઈ,
ને અંતે આજની સફર વસુ ને નવપલ્લવિત બક્ષી ગઈ...