કોરોના #આક્રમણ
બોલાવે છે પણ જવાનું નહીં...
બોલાવે છે પણ જવાનું નહીં
આ કોરોના છે ત્યાં જવાનું નહીં
બહાર જાઓ તોય માસ્ક પહેરી ને જ
ખુલ્લા મો એ નીકળી પડવાનું નહીં
મળે એ બધાં ને નમસ્કાર જ કરવાનાં
હાથ મળવાના કે ગળે મળવાનું નહીં
કાંઇ પણ કરતાં પહેલાં હાથ ધોવાના
ગમે ત્યાં ગમે તેને અડકી જવાનું નહીં
સમય મળ્યો છે યોગ્ય ઉપયોગ કરવાનો
કાંઇક નવું કરવાનું કંટાળી જવાનું નહીં
યોગ, પ્રાણાયામ ને કસરત કરવાનાં
લડવાનું કોરોના થી ડરી જવાનું નહીં
યુદ્ધ આ સામાજિક દુરી થી લડવાનું છે
આમાં ક્યાંય કોઇએ ટોળે વળવાનું નહીં
ડૉક્ટર,પોલીસ જેવાં યોદ્ધાઓનો સાથ આપો
આપણાં જ રક્ષકો સાથે લડી પડવાનું નહીં
ઇતિહાસ સાક્ષી છે ભારતનાં ભવ્ય વિજયોનો
ના ભારત ક'દી ક્યાંય હાર્યું છે ને હારવાનુંય નહીં
બોલાવે છે પણ જવાનું નહીં
આ કોરોના છે ત્યાં જવાનું નહીં
- યોગેશ બી. ઠક્કર 😊
સામાજિક દુરી = Social distancing
યોદ્ધા = (corona) warriors
કોરોના #આક્રમણ
corona #attack
कोरोना #आक्रमण
#આક્રમણ