આખરે નક્કી કરવા માં આવ્યું કે શ્રિયા ને ટકો કરાવવાનો છે જે બાબતે શ્રિયા અજાણ હતી.
પરંતુ ઘરમાં વાળંદ ના આગમન થી એને અંદેશો થઈ ગયો કે આજે એના વાળ ઉપર આક્રમણ થવાનું જ છે. વાળંદ ને જોતા જ એના ચેહરા પર નો રંગ ઊડી ગયો
તે લપાતી છુપાતી પોતાની મેડી નો દાદરો ચડી ગઈ. બારી ઉપર થી નીચે ભજવાતા દૃશ્ય ને ભાવવિહીન ચેહરે નિહાળતી રહી. આખરે કાર્ય ને અંજામ આપવા એના પિતા મેડી પર થી તેને ઉંચકી લાવ્યા. હૃદય દ્રૂજાવી નાખતા આક્રંદ સાથે એના રેશમી વાળો ની કાપાકૂપી શરૂ થઈ. એનું આક્રંદ જોઈ સારા સારા વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. આખરે આ કોલાહલ ભર્યા વાતાવરણ નો અંત આવ્યો.
શ્રિયા પોતાને અરીસા માં જોતા જ તેના મમ્મી ને ઠપકો આપી ને કેહતી કે શા માટે મારા વાળ તે કપાવી નાખ્યા. આ દૃશ્ય જોઈ એના પિતા એ પણ નક્કી કર્યું કે પોતે પણ શ્રિયા ની જેમ જ ટકો કરાવશે.
✍️પ્રેમ - આનંદ
#આક્રમણ