જામનગર બાજુ એક ચાલુ એસટી બસમાં બે મુસાફરોની વચ્ચે એક સામાન્ય વાતચીતે પછી એક મોટા ઝગડાનું સ્વરુપ લઇ લીધુ હતુ
ચાલુ બસે ખેલાયો એક ખુની ખેલ!
બે પેસેન્જરમાંથી એક પેસેનજરે ખિસ્સામાંથી એક ધારદાર છરી કાઢીને પેલા સામે વાળા પેસેન્જર ઉપર માથામાં ને છાતી ઉપર હુમલો કરતાં તેનુ બસમાં જ મરણ થઇ જવા પામ્યુ હતું ત્યાર બાદ બસના બાકી પેસેન્જરોએ ગભરાયા વગર પેલા હુમલાખોર માણસને બસ ઉભી રખાવીને પકડીને નીચે ઉતાર્યો હતો પછી તેને દોરડાથી એક ઝાડ સાથે બાંધી દીધો હતો ત્યાર પછી પોલીસને ફોન કરીને બોલાવી દીધી હતી ને તેની ધરપકડ કર્યા પછી બસને આગળ જવા માટે પરવાનગી આપવામાં આવી હતી.