(જીવન એક સફર....)
જુની ગુજરાતી ફિલ્મનો એક કલાકાર એટલે કે નરેશ કનોડીયા....
આમતો ગુજરાતી ફિલ્મ કલાકાર તો ઘણા આવીને ચાલ્યા ગયા પણ હાલ
આ કલાકાર એક એશોઆરામથી પોતાની પાછલી જીંદગી વિતાવી રહ્યા છે તે જયારે ફિલ્મોમાં હતો ત્યારે તેની સાથે હિરોઇનમાં સ્નેહલ્તા તે ઉપરાંત રિટાભાદુરી, રોમા માણેક પણ હતી પરંતુ સ્નેહલ્ત્તા સાથે તેની જોડી વધુ જામતી હતી ત્યાર બાદ તેને ફિલમ સન્યાસ લીધા ગયા પછી તેનો છોકરો હેતુ કનોડીયા ફિલ્મમાં આવ્યો તેને પણ ઘણી ગુજરાતી ફિલ્મો કરી..ને આજ પણ આવેછે
આમતો હું જયારે નાનો હતો ત્યારે ઘણી જ ગુજરાતી ફિલ્મો જોતો હતો...
મારા નાનપણના સમયની વાત કરુ તો તે સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડીયા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી ખરસાણી, મંજરી દેસાઇ, રીટા ભાદુરી, ફિરોજ ઇરાની, અરુણા ઇરાની, નારાયણ રાજગોર, વિષ્ણુ કુમાર વ્યાસ, કિરણકુમાર જેવા ફિલ્મ કલાકારો હતા
પણ આ નરેશ કનોડીયાની એક જ તેની મુખ્ય ખાસીયત હતી જયારે તેની ફિલ્મમાં એન્ટ્રી થાય એટલે લોકો તાળીઓ ઘોંઘાટ ઉભો કરી દેતા હતા...તે છે તેના વાળની આગળની ઉડતી કલગી...
જે પોતાની ઉચી ફૂંક મારીને વારંવાર હવામાં ઉડાડતો હતો જે લોકોને બહુ ગમતી હતી!
નરેશ કનોડીયાએ "વેલીએ આવ્યા ફુલ" ફિલ્મથી કામ શરુ કર્યુ હતુ તેને વિદેશોમાં પણ અસંખ્ય મયુઝીકના સ્ટેજ શો કર્યા...આફ્રીકા, અમેરિકા એશીયાના ઘણા દેશોમાં તેના શોની વાહ વાહ થતી હતી...
તેઓ ચાર ભાઇ ને ત્રણ બહેનો છે તેના એક નાના ભાઇ મહેશ કનોડીયાની સાથે રહીને તેને સંગીત તેમજ ડાન્સનું ઘણુ પર્ફોમન્સ કર્યુ તમને યાદ હશે કે "મહેશ નરેશ એન્ડ પાર્ટી" નામે એક ગુજરાતી મ્યુઝીક પાર્ટી ઘણા સમય પહેલા ચાલતી હતી...
નરેશ કનોડીયાનું ગામ કનોડા એટલે તેને ને તેના ભાઇએ ગામના નામ ઉપર જ નામની પાછળ કનોડીયા અટક લખાવી જેમકે..
નરેશ કનોડીયા ને મહેશ કનોડીયા
તેમની કુળ દેવી માતાનું નામ હરસિધ્ધી માતા છે જયારે પણ તે કોઇ શુભ કાર્ય કરેછે ત્યારે પહેલા તે અચુક તેના મંદિરે દર્શન કરવા જાયછે.
તેના લગ્ન એક ગુજરાતી ફિલ્મ હિરોઇન રીમા સાથે થયા હતા તેને એક દિકરોછે તેનુ નામ હેતુ કનોડીયા છે જે આજ પણ ગુજરાતી ફીલ્મોમાં આવેછે
નરેશ કનોડીયાની મુખ્ય ગુજરાતી ફિલ્મો વેણીએ આવ્યા ફુલ, હિરણને કાંઠે, વણઝારી વાવ, મેરુ મુરાન્દે, ઢોલા મારુ છે તેને ખાલી ફિલ્મોમાં જ રસ નહોતો પણ સાથે સાથે તે રાજકારણમાં પણ રસ ધરાવે છે ઘણા સમય પહેલા કરજણની વિધાન સભામાં તે સંસદ સભ્ય પણ રહી ચુક્યા છે ને ભાજપ પાર્ટીની ચુંટણીમાં તે ઘણીવાર જાહેર રેલીઓ પણ કાઢેછે તેને ચાલીસ વરસ સુધી ગુજરાતી ફિલ્મ ઉધોગમાં કામ કર્યુ છે નરેશ કનોડીયાએ તેની પાછલી જિંદગીમાં ઘણુ દુ:ખ જોયું છે બહુ પહેલા તે ચાર ભાઇ ને ત્રણ બહેન એક નાના સામાન્ય ઘરમાં રહેતા હતા તે ઘર યાદગીરી માટે આજપણ હજી તેને સાચવી રાખ્યુ છે.
તો આ થઇ જુના ગુજરાતી ફિલ્મ કલાકાર નરેશ કનોડીયાના જીવનની થોડીક વાતો...
ફરી કરીશુ કોઇ બીજા ફિલ્મ કલાકારના જીવન વિશેની વાતો...
સમાપ્ત 🙏