#ભોળો
તું શંભુ બોળો બેકાર પરણી હું શું ભાળું?
ના કોઈ રૂપ ના કોઈ શ્રીંગાર હું શું ભાળું?
તારી પાસે કંઈ જ નથી તો હું શું માંગુ?
તારું ઠેકાણું મસાણ હું ઘર હું શું ભાળું?
તારું ડમરુ તું વગાડ મારે શું કામનું?
તારે ના કો સંસાર બીજું શું હું ભાળું?
તારો મડદાં, ભૂતડાં,પોઠિયાં હાર્યે વ્યવહાર !
એવો તું શંભુ બેકાર પાછો શ્રુષ્ટિ સર્જનહાર
શણગાર તમારો ડમરુ સાપ મારે શું કામનું?
તમારે વાર કે ના તહેવાર હું શું પખાળું?
પામી તને ના કો બીજી આશ ના વ્યવહાર !!
- વાત્ત્સલ્ય