પ્લેન હાઇજેક થયું હોય તેવુ સાંભળ્યુ છે પણ કોઇએ પેસેન્જરો ભરેલી એક આખે આખી બસ હાઇજેક કરી હોય તેવુ કોઇએ સાંભળ્યુ છે!
હા બસમાં પ્રવાસ કરી રહેલા કુલ ચોત્રીસ મુસાફરો સાથે એક બસ આગ્રામાં હાઇજેક થઇ છે
વાત જાણે એમ છે કે બસ જે માલીકીની હતી તે માલીકે તેની બસ લોનથી ખરીદી હતી તેથી તે દર મહિને તેના આવતા હપ્તા ભરતો હતો પણ એક હપ્તો જરા બાઉન્સ થયો તેથી તે બસને લોનથી આપનારા ચાર ફાઇનાન્સ સ્ટાફે તેની બસ હાઇજેક કરી લીધી આ બસ આમતો ડ્રાઇવર ચલાવી રહયો હતો સાથે એક કંડકટર પણ હતો તો તે બંન્નેને તેઓએ રસ્તામાં ઉતારી પાડયા
હસવું એ આપણને આવેછે કે લોન આપનાર ફાઇનાન્સ કંપનીએ ખાલી બસને હાઇજેક કરવી જોઇતી હતી આતો અંદર બેઠેલા ચોત્રીસ મુસાફરો સાથે જ તેમને બસ હાઇજેક કરી!
પોલીસને આ અંગે કંમ્પલેન મળતા તે વધુ તપાસ કરી રહી છે.
પણ પછી પેલા ચોત્રીસ મુસાફરોને તેઓ કયાં લઇ ગયા તે જાણવા નથી મળ્યુ!