નથી કોઈ બંધન, નથી કોઈ વચન તો પણ છે તને પણ અને મને પણ કેવો આ તારો-મારો પ્રેમ છે છતા પણ છે કોઈ અતૂટ સંબંધ લાગણીનો કેવો આ તારો-મારો પ્રેમ છે કદીક વિચારુ છુ, ન વધુ આગળ તારી તરફ પણ છે કોઈ ડોર મજબૂત ઘણી, જે ખેંચી જાય છે દૂર મને તારા ભણી કેવો આ તારો-મારો પ્રેમ છે કહેવુ છે ઘણુ બધુ તને, ડર પણ લાગે છે મને ન નિભાવી શકુ તો દિલ જો તારુ તૂટશે તો આંસુ મારા પણ વહેશે કેવો આ તારો-મારો પ્રેમ છે જે દિવસથી નજર સામે આવ્યા છો, તે દિવસથી જ મારા લાગ્યા છો છતા પણ છો સંબંધોની યાદીથી દૂર જાણે કોઈ સપનુ લાગો છો કેવો આ તારો-મારો પ્રેમ છે