મિત્રો મેં " કેરળ " શબ્દ પર ફરિયાદ નો મેઇલ કર્યો હતો તેનો આ જવાબ મળ્યો.જે આપની જાણ માટે અને તેના જવાબમાં આજે મેં જવાબ લખ્યો તે આ મુજબ છે.તમને યોગ્ય લાગે તો સાથ આપજો.
***** ****** ******
શ્રી માન,
મારી આ પહેલાની ફરિયાદ નો તમે જવાબ નથી આપ્યો.
અત્યાર સુધી માં તમે કેટલા સ્ટેટ એટલેકે રાજ્ય ના નામ આપ્યા પ્રતિયોગિતા માં?
ગુજરાતનું નામ કયારે આપ્યું હતું?
આ પહેલાંની મારી ફરિયાદ " ઈસુ " શબ્દ આપ્યો ત્યારે કરી હતી.
જે દિવસે હિન્દુસ્તાન આખું શ્રીરામ ના નારા થી ગુજતું હતું તેના બીજા જ દિવસે " ઈસુ " શબ્દ આપ્યો હતો!
પછી જયારે આખું હિન્દુસ્તાન કૃષ્ણ ના જન્મ દિવસ ની ઉજવણી કરી રહ્યુ હતું ત્યારે આપ શ્રી ના સંપાદક શ્રી એ " કેરળ " શબ્દ આપ્યો હતો!
આ ઉપરથી જ સંપાદક ની જવાબદારી પર સવાલ થાય છે.
હું તો મારી જાતને કોઈ કવિ ,લેખક નથી ગણતો,
હું તો ગુજરાતી સાહિત્ય નો ચાહક, વાંચક અને ઉપાસક છું, એટલે શીખતા શીખતા સાહિત્યમાં કઈ ને કઈ જોડકણા જોડતો રહું છું.
આપના સંપાદક તો ગુજરાતી/હિન્દી ભાષા ના જ્ઞાની જ હશે ને?
આપના શબ્દોમાં" વિનર ઓફ ધ વર્ડ કોન્ટેશ "
માં જીતેલી કૃતિ માં પણ વ્યાકરણની મોટી ભૂલ હોય તો તેની જવાબદારી કોની?
" દયા " શબ્દ ની વિજેતા કૃતિમાં
જ્યાં " માં " વાપરવો જોઈએ ત્યાં " મા " શબ્દ નો ઉપયોગ થયો છે અને તે પણ બે વખત!
આપ જાણતા જ હશો કે " મા " એટલે માતા અને " માં " એટલે અંદર ના સંદર્ભ માં વપરાય.
તો શું સંપાદક વિજેતા જાહેર કરતા પહેલા કૃતિનું વાંચન પણ નથી કરતા?
હવે તો પ્રતિયોગિતા ફક્ત બે ભાષા માં યોજાય છે.
મેં પહેલા પણ વિનંતી કરી હતી અને આજે પણ કરું છું.
વિજેતા નું નામ હિન્દી કે ગુજરાતી ભાષા ની લિપિ માં કરો અને અંગ્રેજી ભાષા નો મોહ છોડો...!
અંગ્રેજી ભાષા માંથી આઝાદ થઈ જાવ અને રાષ્ટ્રભાષા અપનાવો તો?
અસ્તુ
અનિલ ભટ્ટ