પ્રેમ કયારે ને કેવી રીતે થઈ જતો હોયછે તે પણ ખબર નથી પડતી!
ઉત્તર પ્રદેશમાં એક પાણીપુરીવાળો છોકરો પાણીપુરી વેચતો હતો
રોજનો ધંધો, ને રોજની બસ એક જ જગ્યા...ખાટી-મીટી-તીખી ગોળમટોળ ફુદીના પાણીથી ભરેલી સીધી મોઢામાં
આ પાણીપુરી છોકરીઓને તેમજ મોટી વયની યુવતિઓને પણ ખુબ ભાવતી હોયછે.
પણ આજકાલ તો છોકરાઓ તેમજ મોટી ઉપરના પુરુષો પણ બાઇકો લઇને ખાસ તેમના જાણકાર પાણીપુરીવાળા પાસે પાણીપુરી ખાવા જરુર આવતા હોયછે.
આપણે પેલા યુ પીના છોકરાની વાત કરી રહ્યા હતા તો ગામની એક છોકરી રોજ આ છોકરા પાસે પાણીપુરી ખાવા આવતી હતી આમ તે રોજ આવતી હોવાથી આ છોકરીને પેલા છોકરા સાથે ઇલુ ઇલુ (પ્રેમ) થઇ ગયું પછી તો આ છોકરી પાસે કયારેક પૈસા ના તો પણ રોજ પાણીપુરી ખાવા રોજ આવતી હવે તો આ છોકરો પણ તેને રોજ મફતમાં પોતાની પાણીપુરી ખવડાવતો હતો...મફત પાછળ એક લાલાચ કામ કરેછે છોકરીને મફત પાણીપુરી મળતી હતી ને છોકરાને રોજ પેલી છોકરી જોવા મળતી હતી પછી તો આ બંન્નેય વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો કે એકબીજાને જોયા વગર પણ તેમને ના ચાલે એક દિવસ તેઓએ ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો ભાગીને કયાં જવુ! કેટલા દિવસ આમ બહાર રહેવુ! તે બધુ નકકી થયા પછી ભાગી જવાનો દિવસ પણ નકકી થયો એક દિવસ આ લોકો જયારે ભાગી રહ્યા હતા ત્યારે છોકરીના ગામના લોકો તેને હાથમા બેગ સાથે છોકરીને જોઇ ગયા તેમને કંઇક અજુગતુ લાગ્યુ એટલે તરત તેઓએ છોકરીના બાપને ફોન કરીને ત્યા બોલાવી દીધા ને પછી છોકરીના બાપ ત્યા આવીને પેલા પાણીપુરી વાળા છોકરાને બોચીથી પકડીને મારતા મારતા સીધા પોલીસ સ્ટેશને લઇ ગયા ને છોકરીને ગામના લોકો સાથે પોતાને ઘેર મોકલી આપી બસ આમ ભાગતા આ પ્રેમી પંખીડા કંઇક વધું ગુટુર ગુ કરે તે પહેલા જ પકડાઇ ગયા
પણ એક વાત નકકી થઇ કે છોકરીની ખાટી-મીઠી- તીખી પાણીપુરી ખાવાની ટેવ કાયમ માટે બંધ થઈ ગઇ.