અમદાવાદના આનંદનગરમાં રહેતો મિતાંગ રાઠોડ જે ગુજરાત યુનીવર્સીટીમાં ઓટો એન્જીનીયર થયેલોછે એક વરસથી તે નોકરીની શોધમાં હતો પણ તેના ભણવાને લાયક કોઇ સારી નોકરી તેને મળતી ના હતી તેથી હારી થાકીને આવી કોરોનાની મહામારીથી કંટાળી ને એક વોચમેનની નોકરી સ્વીકારી લીધીછે ઘરમાં ઓછી આવક, ઉપરથી કોરોનાને લીધે બહાર નોકરીઓની અછત તો ઘેર બેસી રહીએ તે આજના સમયમાં કોઇને પોષાય તેમ નથી માટે તેને બીજી સારી પોતાને લાયક નોકરી ના મળે ત્યા સુધી આ વોચમેનની નોકરી કરવાનો નિર્ણય કર્યો છે આવા તો ઘણા ભણેલ યુવાનો જેવા કે જેના ઘરની પરિસ્થિતિ સારી નથી ને નોકરી વગર ઘેર બેસી રહ્યા છે તેઓ જાતે પોતાની શરમ છોડીને પોતાના ઘરમાં એક આધાર ટેકો બનવા માટે ફ્રુટ લારીઓ કે શાકભાજીની લારીઓ ખેંચવા માંડી છે
જુઓ આજનું આ ભણતર જેને માટે પોતાના વાલીઓએ લાખો રૂપિયા ખર્ચીને છોકરાઓને ભણાવ્યા હોય ને છેવટે સરવાળે તેઓને ઝીરો પરિણામ!
આવા તો દેશ દુનિયામાં લાખો કિસ્સા છે કે ઉચી પોસ્ટ ને ઉંચો પગાર પણ લોકોનો છુટી ગયો છે ને ઘેર બેસી ગયાછે છોકરીઓ કરતાં છોકરાઓ બહુ મોટી મહાદશામાંથી પસાર થતા હોયછે જેવુ પોતાનું ભણતર પતી જાય એટલે નોકરીની શોધ તેમની ચાલુ થઈ જાય માથે એક પ્રકારની તેઓને જવાબદારી વધી જતી હોયછે પોતાના ઘરની, પરણવા માટે, પરિવારનું ભરણપોષણ માટેની...જે તેની આખી જીંદગી આમજ ચાલ્યા કરેછે...બસ પૈસો પૈસો ને પૈસો કેમ કરીને કમાઉ ! કેમ કરીને બેના ચાર થાય! કયારે બંગલો બનાઉ! કયારે ગાડી આવે! ઇચ્છાઓ તેના જીવનમાં વધતી જ જાયછે..આ લઉ પેલું લઉ! કયારેક દેખાદેખીથી તો કયારેક લોકોને બતાવવા માટે..જુઓ મારી પાસે બંગલો છે, ગાડી છે! ને તમારી પાસે!
અરે આ હું નથી બોલતો આ તો એક અભિમાની માણસ આવુ વિચારતો હોયછે.