સુરતમાં બનેલી આ ઘટનાછે એક ભાઇ કેનેડામાં કોઇ પરીક્ષા આપવા જવાના હતા માટે તે ભારતમાં રહીને ખુબજ મહેનત કરતા હતા ને જયારે પરીક્ષા આપવા જવાનો સમય આવ્યો ત્યારે ત્યાની કોઇ કોલેજ કે યુનીવર્સીટીએ પોતાના આ પરીક્ષા ટેમ્પરરી મોકૂફ રાખી દીધીછે તો આ ભાઇને જયારે આની ખબર પડી કે તેની આ પરીક્ષા કામચલાઉ બંધ કરીછે ત્યારે તેમને આ સાંભળીને પોતાની માનસીક સમતુલા ખોઇ બેઠા ને પછી જે તેમને પબ્લીક સામે જે કંઇ કર્યુ તે એક નવાઇ પમાડે તેમ હતું
જાહેર રોડ ઉપર મોટે મોટેથી એકલા એકલા બુમો પાડવા લાગ્યા જેમ સીતામૈયાના ચિર દુરુયોધન એક પછી એક ખેંચતો હતો તેમ પોતે જાતે પોતાના શરીર ઉપરથી એક પછી એક કપડાં લોકો સામે ઉતારવા માંળ્યા ને એકદમ નગ્ન થઈ ગયો તો આ જોઇને કોઇ ભલા માણસે તુરંત પોલીસને ફોન કર્યો પોલીસ આવી ગઇ તેમ છતાંય તે પોતાના કપડાં પહેરતો ના હતો પછી પોલીસ તેને આવો ને આવો જ પોલીસ સ્ટેશન લઇ ગયા ને પછી મહામહેનતે પોલીસે તેને કપડાં પહેરાવ્યા ત્યારબાદ તેના ઘરવાળા ને કોન્ટેકટ કર્યો ને ઘરવાળાઓ સાથે થોડીક વાતચીત થયા પછી તેને ઘેર લઈ જવાની છુટ આપી...સામાન્ય રીતે ઘણીવાર આવુ દરેક વ્યકતિના જીવનમાં બનતું હોયછે પણ દરેકની વાત કંઇક અલગ અલગ પ્રકારની હોયછે.