કોઇ છોકરી રોડ કે રસ્તા ઉપર જતી હોય ત્યારે નવરા બેઠેલા ને નોકરી ધંધો નહી કરતા તેમજ ઘરમાં બાપનું મફત ખાનારા રખડેલ છોકરાઓ પાનના ગલ્લે, બજારની ચબુતરીએ, કે મંદિરો બહાર દર્શાનાર્થીઓ માટે મુકેલ બોકડાઓ ઉપર બેસીને આવા મસ્તી ખોર છોકરાઓ આવતી જતી છોકરીઓની મશ્કરીઓ કરવામાં પાછા નથી પડતા..જરાક મસ્તી, યુ નો!
હાય, ડિયર...!
હાય જાનેમન...!
જોને લા કેવી લટકમટક ચાલે છે...!
ઓહો, આજે તો માધુરી દેખાયછેને...!
આવી કોમેન્ટ કરીને છોકરીઓને શરમમાં મુકી દેતા હોયછે પછી તે છોકરી આવુ સાંભળ્યા પછી કયારે ઘરના કામકાજ માટે જલદી બહાર નીકળતી નથી ગરીબ ઘરની છોકરી પોતાના ઘરે જઇને કોઇ જ વાતચીત માબાપને કરતી નથી ને સહન કરીને દિલમાથી કાઢી નાખે છે પણ જો કોઇ પૈસાવાળાની છોકરી હોય ને ઘરમાં બે ચાર ડબંગ જેવા ભાઇઓ હોય તો પેલાનુ તો આવી જ બન્યુ સમજો, અડધો ટીપાઇ જશે.
કયારેક આવા બનાવોમાં ચપ્પુ, તલવાર કે કોઇ ઘાતક હથિયારોનો પણ ઉપયોગ થતો હોયછે ને જો આ મામલો વધુ લંબાય તો છોકરો ઘાયલ અથવા તેનું ખુન પણ થઈ જતું હોયછે પાછળથી જે થાય તે...પણ એકવાર છોકરીના પક્ષવાળા તેને ગુસ્સામાં ગમે તે કરી બેસે છે.એવા કિસ્સા આપણે રોજબરોજ અખબારોમાં વાંચીએ છીએ
આમ આવો જ એક કિસ્સો એક ગામમાં બે દિવસ ઉપર બનેલો પણ તે ગામના લોકો જરાક સમજું હતા ને વિચાર્યું કે મારામારી કે ખુનખરાબા કરતાં તેમને કંઇક અલગ જ સજા આપવી ને તેમને તેઓને જે સજા આપી તે ખરેખર અભિનંદનને પાત્રછે
નહી આમાં પોલીસ કંમ્પલેન કે નહી કોઇ કેસ કે નહી કોઇને જેલ..
બસ તેમને મશ્કરી કરનાર બંન્ને યુવાનોને પકડીને તેમના માથે મુંડન કરાવી નાખ્યા ને પછી આખા ગામમાં તેમને એવા જ ફેરવ્યા શરમ ને માટે તેઓ ઉંચુ જોઇ શકતા ના હતા પરંતુ આવી રીતે બોધપાઠ જરૂર મળ્યો કે કયારેય કોઇ છોકરીની મશ્કરી કરવી નહી...ગામની દરેક છોરીઓ આપણી બાંન છે તેમ સમજવાનું.
ખરેખર સજા તો આને કહેવાય..નહી ઝગડો કે નહી મારામારી..
સાચી સમજણ એજ સુલેહછે.