આ લાઇનબંધ ઉભીછે તે છોકરીઓછે
અરે ભાઇ એતો અમને પણ ખબર છે આ કંઇ છોકરાઓ થોડાછે કે તમે આમ લખો છો!!
ના ભૈ ના એવું બિલકુલ નથી આપણે પહેલા આ વાતને જરા સમજી લઇએ....
હમણાં થોડાક સમય પહેલાં ફેસબુક ઉપર એક વિડીયો આવ્યો હતો તે વિડીયો સુરતની બાજુનો હતો તેમાં દશ થી પંદર સુંદર ને સ્વરુપવાન છોકરીઓ એક રોડ ઉપર અલગ અલગ જુથ બનાવીને ઉભેલી હોયછે તો આ રોડ ઉપર આવતા જતા ખાસ તો ફોર વ્હીલર અથવા બાઇક સવાર લોકોને આંતરીને હસતા હસતા ને સહેજ નટખટ ઇશારો કરીને ઉભા રાખે છે ત્યારબાદ હાથમાં પકડેલ એક કાગળનું લખાણ વાંચી સંભળાવે છે તો કોઇ છોકરી આ વિગતોની જાણકાર હોય તો તે વાંચ્યા વગર મૌખીક સ્પીચ સંભળાવે છે કે અમે ફલાણી ફલાણી કોલેજની સ્ટુડન્ટો છીએ હાલ અમે સૈ હોસ્ટેલમાં રહીએ છીએ અમારા ઘરની પરિસ્થિતિ બહુજ ખરાબ છે અમારી પાસે કોલેજમાં ભરવાની ફી નથી માટે અમે લોકો પાસે થોડો થોડો ફાળો ઉઘરાવીએ છીએ જેથી અમારી ફી ની રકમ પુરી થાય ને અમે કોલેજમાં ભરી શકીએ...આજની ફી ભરવાની બાબતે આ સ્પીચછે તો થોડાક દિવસ પછી પાછી બીજી સ્પીચ હોય!
આજના બીજા એક સમાચાર બસ આવા જ છે કે કોઇ એક રોડ ઉપર આવી જ દેખાવે સુંદર દેખાવડી ને મીઠી સ્પીચ બોલનારી એક બીજી ગેંગને આવો કોઇ ફાળો ઉઘરાવતા પોલીસે દરેકની ધરપકડ કરી છે આ છોકરીઓ ભારતની છોકરીઓથી બિલકુલ અલગ જ દેખાય છે જાણે કોઇ બીજા દેશની હોય તેમ તેમનો દેખાવછે હાલ પોલીસ આની તપાસ કરી રહી છે કે આ છોકરીઓ કોણ છે! કયાંથી આવી! છે ને શા માટે લોકો પાસે આવી રીતે પૈસા ઉઘરાવે છે! પૈસા એકઠા કરવાનો આ પણ એક આસાન નુસકોછે.
ટુકમાં, લોકોમાં પાસે પૈસા માંગવાની ઘણી બધી અલગ અલગ રીતો હોયછે
ગરીબ માણસ પોતાની આંખમાં બે આંસુ લાવીને બે પાંચ રૂપિયા લોકો પાસે માંગેછે તો આવી માંગનારી છોકરીઓ જરાક મીઠી સ્માઇલ આપીને સાથે મોં ઉપર થોડાક હસતાં હસતાં કંઇક નખરાં બતાવીને પચ્ચીસ પચ્ચાસ રુપીયા માંગેછે
દુનીયા પણ કેવી છે! જે પેટ માટે માગે છે તેને લોકો આગળ જા છુટા નથી કહેતા હોયછે ને જે લોકો મીઠી સ્માઈલ આપીને પોતાના મોજશોખ માટે પૈસા માગે છે તેને કાગળની મોટી મોટી લાલ લીલી નોટો મળી જાયછે!