બસ, તમારા શ્હેરના નકશા ગમે છે.
ને રસ્તામાં આવતાં તડકા ગમે છે.
છું નદીની જાત, તારે આવવું છે?
મન મળેને એટલે દરિયા ગમે છે.
કેટલા દિવસો પછી આવ્યા હતા એ,
આ તમારા નામની અફવા ગમે છે.
રણ વચ્ચે છું એકલો, માટે કહું છું,
ઝાંઝવાં જે પણ મળે ભીંના ગમે છે.
રોજ બારીથી મને જોયા કરે છે
એક બે એવાં જ ચ્હેરા ગમે છે .
- કલ્પેશ સોલંકી "કલ્પ"