#જ્યોત
દીવાની એ જળ હળતી જ્યોત
ક્યાંકને ક્યાંક તો બળે છે..
અલ્પકાલીન સમયના પ્રત્યેક ક્ષણમાં
અંધકાર ને દૂર કરતી એકલી એકલી
તપે છે સમાનતા તો એના થી શીખો
ધની અને નિર્ધન બંનેના ત્યાં એક જ
સરખા અજવાળા થી જળ હળે છે
દીવાની એ જળ હળતી જ્યોત
ક્યાંકને ક્યાંક તો બળે છે..
પ્રકાશ ને તો તે પ્રત્યેક તોલી ને કેવો
સહજ અને સુંદરતા થી ફેલાવે છે
પોતાની આત્માને બાળીને હસી ખુશી
બીજાના કંડારાયેલા રસ્તા પર પોતે
પથિક બની ને સતત ચાલતી જાય છે
દીવાની એ જળ હળતી જ્યોત
ક્યાંકને ક્યાંક તો બળે છે..
પોતાના જીવનમાં જ્યોત જલતી બળતી
તપતી તપતી પણ પ્રકાશ ફેલાવતી જાય છે
નથી અસ્તિત્વનું કોઈ ઠેકાણું પણ છતાં
એકસમાન વરસે છે શ્રેષ્ઠ કર્મ કરનાર વ્યક્તિ
પણ આ સમાન સાહસથી તપે છે ત્યારબાદ
તે બીજાના જીવનમાં સુખરૂપી પ્રકાશ પાથરે છે
દીવાની એ જળ હળતી જ્યોત
ક્યાંકને ક્યાંક તો બળે છે..
સુનિલકુમાર શાહ