કહેવાય છે કે મનુષ્ય ને પ્રાણીનો સંબંધ પ્રેમ, લાગણી, ને મમતાથી એટલો બધો ભરપુર હોયછે કે તેઓ સહેજ પણ સમય માટે અડધા પડતા નથી!
કહેવાનો મતલબ એ છે કે પ્રાણીઓને તેના માલિક ઉપર અપાર પ્રેમ હોયછે. એકવાર એક પાલતું પ્રાણીના માલિકે પોતાનું એક ઉંટ વધારે જરુરીયાત ના હોવાથી કોઇ બીજી વ્યક્તિને બજાર ભાવે વેચી દીધું...
ખરીદનાર વ્યકતિ તો ઉટના પૈસા આપીને ઉટ પોતાના ઘેર લઈ ગયો
તો આ બાજુ ઉટને ખબર પડી કે મારો અસલ માલિક આ નથી આથી તે તો રાત દિવસ આવી ચિંતા કરે, ને વિચારે કે હવે હું શું કરું! ના સરખુ ખાય કે ના સરખું પાણી પીવે બસ રાત દિવસ તે તેના માલિકના વિષે વિચારે, એક દિવસ માલિકે તે ઉટને ચરવા માટે જરાક બાજુમા આવેલ ખેતરમાં છુટુ મુક્યુ ઉટને જે ગમતુ હતુ તે મળી ગયું
ભાગ જલદી ભાગ જા હા બાબા હા...
બસ તે તો અસલ માલિકના ઘરેથી આવેલ રસ્તો શોધતું શોધતું પરત જવા નીકળી પડયું...એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત આમને આમ કુલ સાત દિવસે એટલે કે સો કિલોમીટર જેટલો રસ્તો કાપતુ કાપતુ પોતાના અસલ માલિકના ઘેર પહોંચી ગયું પછી ઘરની સામે જોઇને હો હો હો કરવા લાગ્યુ આ સાંભળીને ઘરમાં સુતેલ માલિક બહાર આવ્યો તેને લાગ્યુ કે આ તો મારા ઉટનો જ અવાજ છે તે તુરંત બહાર નીકળ્યો ને જોયુ તો તેનું જ ઉટ હતુ, જે તેને બીજાને વેંચી દીધું હતું ઉંટની આંખમાં નીકળતા આંસુઓ જોઇને તે સમજી ગયો કે મારુ ઉટ મને વધુ પ્રેમ કરેછે ત્યારે જ આવેલ આંસુઓ જોઇને તેને વિચાર આવ્યો કે ભલે મને ઉંટના ગમે તેટલા પૈસા મળે પણ હવે હું મારુ ઉટ કદી કોઇને વેચીશ નહી...તેને મારા દિકરાની જેમ રાખીશ તરત ઉટને તેની જુની જગ્યા લઇ જઇને દોરડાથી બાંધી દીધુ ને સાથે માલિકે તેને ખાવા માટે બાજરીના બે પૂળા નાખ્યા ને એક ડોલ ભરીને પાણી પણ મુક્યુ... આ જોઇને ઉંટની ખુશીનો પાર ના રહ્યો..માલિક હો તો ઐસા.
આ સમાચાર ને વાર્તા રુપે થોડાક વધુ લંબાવ્યા છે..પણ સમાચાર બિલકુલ સાચા છે.