"હું આતુર છું"
હું આતુર છું મારી કવિતા ને તારા પ્રેમ રાગ માં ઢાળવા માટે, હું આતુર છું મારી ગઝલ ને તારા કેશ રૂપી વળાંક માં ગુથવા માટે,હું આતુર છું તારી યાદ ને શબ્દો ની ફ્રેમ માં ઢાળવા માટે , હું આતુર છું તને પતંગિયા રૂપી રંગ માં જોવા માટે, હું આતુર છું તારા પ્રેમ ને મોહબત માં ખપાવા માટે, હું આતુર છું "સ્વયમભુ" બની તારા દિલ માં રેહવા માટે, હું આતુર છું તારા મન મંદિર મા ફ્રેમ બની મઢાવા માટે. હું આતુર છું, હું આતુર છું, બસ હું આતુર છું તારા મને કહેલા અઢી અક્ષર ને મારી જિંદગીની ખાલી જગ્યા પૂરવા માટે.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"