ચી..ચી..કરતી ફરતી ચકલી,
આતુર થઈને ફરતી ચકલી.
મુખમાં નાનુ નાનુ તરણું ભરતી,
નીડર થઇ ઘરે ઘરે ફરતી ચકલી.
કેવી! આમ ફરકતી તેમ ફરકતી,
ધીરે થી ઘરમાં સરકતી ચકલી.
નાનું તણખલું લઈ, નીડ બનાવતી,
ઘરકજિયામાં ભાગ લેતી ચકલી.
તેની નાજુક પાંખે જોમ ઘણું,
હવામાં પીંછા વિખેરતી ચકલી.
વ્યાકુળ, વક્રનયને નાજુક ડોકે,
સમગ્ર જગ નિરખતી ચકલી.
હોંશે હોંશે ફરતી, ચણ ખાતી,
ફરફર ફરફર ઉડી જતી ચકલી.
ધાડપાડુ જેમ ઉતરી તાજા મોલે,
નીડર થઈ કણકણ ખા ચકલી.
ધૂળમાં રગદોળી દેહ પાવન કરતી,
ખાબોચિયામાં સ્નાન કરતી ચકલી.
પ્રભાતે ચીચી ચીચી કલબલ કરતી,
અનંત આકાશમાં વિહરતી ચકલી.
અશ્વિનની જૂની યાદોમાં છે ચકલી,
કેવી ઘરમાં આમ તેમ ફરતી ચકલી,
મોબાઇલ ટાવરથી પ્રભાવિત ચકલી,
મોટા શહેરોમાં લુપ્ત થઈ છે, ચકલી.
ગ્રામજનોને વિનતિ છે, કરો ચબૂતરા ,
પાણી ક્યારા,બચે લુપ્ત નસલની ચકલી.
આ અબોલ જીવ છે, કોણ જતન કરે?
હું પક્ષી પ્રેમી પ્રયત્ન કરું, બચાવવા ચકલી...
#આતુર