નોખો, અનોખો, અનેરો,
ઝગમગતા તારા ના જેવો;
ભીંજવે મને, ભીંજાવે મનને,
વરસે વરસે રે;
રંગે મને, રંગી દે મનને,
વરસે વરસે રે;
ધસમસતુ વ્હાલ છલકે,લહેરાતું મન મલકે;
છાયો રે એ;
વહેતી નદી, આ તો વહેતી નદી,
એ તરસ રે બૂજાવે મલકની;
છાયો બની, પડછાયો બની,
એ તડપ રે મિટાવે હરખની;
મોજીલો રે, જોશીલો રે,
હૈયું હૈયું થયું છે રે કાયલ;
ગમતીલો રે, માનીતો રે,
હૈયું હૈયું થયું છે રે ઘાયલ;
ધસમસતુ વ્હાલ છલકે,લહેરાતું મન મલકે;
છાયો રે એ;
નોખો, અનોખો, અનેરો,
ઝગમગતા તારા ના જેવો;
Title: Nokho Anokho
Singers: Parthiv Gohil
Lyrics: Chinmaay Purohit