#બેદરકાર માં- બાપ.
શોપિંગ મોલ ના પાર્કિંગ માં ગાડી આવી ને ઉભી રહે છે. ગાડીમાંથી એક કપલ ઉતરે છે અને પોતાનું નાનું બાળક સુતુ હોવાથી ગાડીમા જ મુકી જવાનુ વિચારે છે કે હાલ પાછા જ આવીએ છે ભલે સુતુ આમ વાત કરતા બંને જણા ગાડીના દરવાજા બંધ કરી મોલ તરફ નીકળે છે મોલની ખરીદી માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે એમને એમના બાળક નું ભાન નથી રહેતું. આશરે બે કલાક જેટલો સમય થઈ ગયો હશે ને પછી મોલમાંથી બહાર આવે છે અને અચાનક પત્નિ બોલી પડે છે આપણું બાળક ગાડી માં બંધ છે આટલું બોલતા જ બંને ગાડી તરફ દોડે છે ગાડીનું લોક ખોલી તરત બાળક ને એની માં તેડી લે છે પણ હૃદયને લગાવતા જ અહેસાસ થાય છે કે બાળક નું હૃદય કાયમ ને માટે બંધ થઈ ગયું છે...
આજની યુવાપેઢીમાં આવા કિસ્સા વધ્યા છે જે આપણે મિડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ.
......................................
#બેદરકાર