" મારી પીળા રંગ ની છત્રી મને લાગે બહુજ વહાલી"
વારે વારે વરસાદ આવતો
કાચું સોનું વરસાવતો,
ત્યારે નાવાનું મન થતું
તો પપ્પા ત્યારે ના પાડતા,
"ઘરમાં નાનો હું..!
એટલે વરસાદ થી બિવરાવતા,
પણ મારી વરસાદ માં નાવા જવાની જીદ મોટા બહેન પૂરી કરતા..!
એ પીળા રંગ ની છત્રી લઈ આવતા અને ઘરના ને ખોટું ખોટું છત્રી નું બહાનું બતાવતા,
મને ઘરની બહાર લઈ જતા ને પછી છત્રી નો કરતા કાગડો.. ને મોટા બહેન મને વરસાદમાં નવડાવતા,
ખૂબ નાહતા ખૂબ રમાડતા વરસાદ નો પૂરો આનંદ લેવરાવતા,
પાછા પીળી છત્રી સાથે ઘરે આવતા..અને ભીના ભીના ઘરમાં જતા ઘરના પૂછે તો કેહતા છત્રી કાગડો થઈ ગઇ તી..માટે આટલા પલળી ગયા..!
પછી ઘરના બધા પીળી છત્રીનો દોષ કાઢતા,
"અને અમે બચી જતા.!
એટલે મને "સ્વયમભુ" વાહલી લાગે પીળા રંગ ની છત્રી..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"