હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, દૂર થશે તમામ દોષ
મંગળવારનો દિવસ હનુમાનજીની ભક્તિનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે દેવાલયમાં ભક્તોની ભારે ભીડ હોય છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કોઈ મંત્રનો જાપ કરે છે તો કોઈ ચાલીસા અથવા હનુમાનાષ્ટકનો પાઠ કરતા નજરે પડે છે. આજે અમે તમને બતાવીશું કે, ભગવાન હનુમાનને કઈ-કઈ પાંચ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને જીવનના બધા જ ક્ષેત્રે તમને સફળતા અપાવે છે.
સિન્દૂર
-હનુમાનજીની વિશેષ કૃપા માટે મંગળવારના દિવસે નારંગી રંગનો સિન્દૂર અર્પણ કરો. આમ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે, અને દેવામાંથી મુક્તિ મળે છે તેમજ અકસ્માતથી રક્ષણ પણ થાય છે. આ સિન્દૂર પીપળ કે પાનના પાંદડામાં રાખીને અર્પણ કરવું જોઇએ. મહિલાઓને હનુમાનજીને સિન્દૂર નહીં ચઢાવવું જોઇએ. તેમની માટે લાલ ફૂળ ચઢાવવું ઉત્તમ રહેશે.
ચમેલીનું તેલ
હનુમાનજીને સિન્દૂર નાંખીને ચમેલીનું તેલ ચઢાવવું જોઈએ, ચમેલીમાં વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે, જેના લીધે તેનો પ્રયોગ ઔષધિ રીતે પણ કરવામાં આવે છે. આમ કરવાથી મન એકાગ્ર થશે તેમજ આંખનો પ્રકાશ વધશે. હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવા કરવાથી શત્રુ બાધા શાંત થાય છે
ઝંડો
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રામ નામ લખેલો ત્રિકોણ પ્રકારનો ઝંડો ચઢાવવું જોઇએ. મંગળવારના દિવસે આવું કરવાથી સંપત્તિમાં વધારો થાય છે તેમજ તેને લગતી સમસ્ચાઓ દૂર થાય છે. તેમજ આ પ્રકારનો ઝંડો તમારી ગાડીમાં લગાવવાથી અકસ્તમાતથી રક્ષણ મળશે.
તુલસીદલ
હનુમાનજીને તુલસીદલ અર્પણ કરવું ખૂબજ ફાયદાકારક છે, એવું માનવામાં આવે છે કે હનુમાનજી ફક્ત તુલસી દલથી જ તૃપ્ત થાય છે. મંગળવારના દિવસે આ તુલસીદલની હારમાળા અર્પણ કરવાથી હંમેશા સમૃદ્ધિ બની રહે છે તેમજ તેને ખાવાથી સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.
લડ્ડૂ
હનુમાનજીને સૌથી વધારે લડ્ડૂનો ભોગ લગાવવામાં આવે છે. હનુમાનજીને બેસન અને બૂંદી બન્ને પ્રકારના લાડૂઓ અર્પણ કરવામાં આવે છે. બૂંદીના લડ્ડૂ અર્પણ કરવાથી સમસ્ત ગ્રહ નિયંત્રિત થાય છે. જોકે બેસણના લડ્ડૂથી અમુક ગ્રહો નિયંત્રિત થાય છે.
રામ નામ
હનુમાનજીને દુનિયામાં સૌથી વધારે રામ નામ પસંદ છે. હનુમાનજી પોતાના નામથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા તેઓ રામ નામ લેવાથી થાય છે.