#આડુ અવળું
આપણું મળવાનું આડુ અવળું થઈ ગયું.
ઉપરથી એકાએક લોક ડાઉન થઈ ગયું.
વિડિયો કોલ કે ચેટ અર્થહીન લાગે છે,
લાગણી ને સ્પંદન આડુ અવળું થઈ ગયું.
ઘરમાંથી મળી છૂટછાટ જ્યાં મળવાની,
આવ્યો કોરોના ને આડુ અવળું થઈ ગયું.
મળવું કેમ સોશિયલ ડિસ્ટન્સ રાખી તને?
પ્રેમીઓ માટે તો આડુ અવળું થઈ ગયું.