"મન પાંગળું બનતું જતું હોય એવું દેખાય છે
માણસ ની કિંમત એનો સમય જોઈ થાય છે
સૌમાં એક જ હરી બિરાજે કેમ ભૂલી જાય છે
એનાં બાળકો ને આમ જોઈ ખુદ ઈશ્વર મુંજાય છે
આ મેં બનાવેલી દુનિયા મને જ બનાવી જાય છે
માણસ માયા-મોહ નાં વમળમાં વિટાઈ જાય છે
તને મળેલ અવતાર નું ધ્યેય વિસરી જાય છે
ધાર્યું કશું ન થશે તારું, ધાર્યું ધણીનું થાય છે".
-અપેક્ષા દિયોરા