એક દિવસ ગયો હતો હું સ્મશાનમાં,
કોઈની અર્થી હતી એ જ સ્મશાનમાં,
હું પણ ઉભો રહ્યો હતો સાથે લઇને,
દિલની અર્થી પણ હતી મુજ દેહમાં,
આગ આપીને સૌ કોઈ ગયું ચાલી,
હું એકલો જ ઉભો હતો સ્મશાનમાં,
ઘાયલ થઇ ગયો હતો હું પણ કોઈથી,
અતૂટ વિશ્વાસ મુકી ને એમના પ્રેમમાં,
માત્ર હું સાથ આપી ઉભો રહ્યો હતો,
સળગી ઉઠ્યો હતો હું પણ વિરહ માં,
થોડી વારમાં પણ આગ હોલવાઈ ગઈ,
મૌન વ્યાપી ગયું આખાયે સ્મશાનમાં,
મુજ દશા તો હજી પણ એ જ છે "ચાંદ",
અખંડ સળગી રહ્યો છું હું એમના પ્રેમમાં.
-ચાંદ