દરવાજાને તાળું લગાવ્યાં પછી પણ
તાળું પકડીને ખેંચો છો, તો તેને શાસ્ત્રોમાં ભય કહ્યો છે,
વોટસ એપમાં મેસેેજ મોકલ્યા પછી વારે-ઘડીયે
પેલા બે ભુરા લીટા ચેક કરો છો એને જ શાસ્ત્રો માં
ઉતાવળાપણું કહ્યું છે,
અને કોણ કોણ ઓનલાઈન છે તે ચેક કરો છો તેને શાસ્ત્રોમાં “પંચાત” કહ્યું છે.
ચૉકોબાર ચાટતા ચાટતા એક હથેળી
ચૉકોબારની નીચે રાખો છો એને ગીતામાં
શ્રી કૃષ્ણએ મોહ કહ્યો છે,
અને ચૉકોબાર પુરી થયા પછી એની સળી
ચાટો છો એને ગીતામાં શ્રી કૃષ્ણએ લોભ કહ્યો છે,
અને એ સળી ફેંકી દિધા પછી બિજાની
ચૉકોબાર સામે જોઈને વિચારવું કે આની
કેમ હજુ પુરી નથી થઈ એને ગીતામાં ઈષાઁ કહી છે,
ફ્રૂટી પુરી થયા પછી તમે જે સબડકા મારી
મારીને છેલું ટીપુ પીવાનો જે પ્રયત્ન કરો છો
તેને શાસ્ત્રોમાં મૃગતૃષ્ણા કહી છે,
અને જ્યારે ઘરના લોકો સવાર સવારમાં ઉઠાડવા
માટે એ.સી, પંખા બંધ કરી દે છે, શાસ્ત્રોમાં
તેને જ છળ કપટ કહે છે,
જ્યારે કોઈ ફળ ખરીદતી વખતે, શું ભાવ છે ?
એવું પુછીને બે-ત્રણ ફળ ખાઈ જાવ છો તેને
શાસ્ત્રોમાં અક્ષમ્ય અપરાધ કહ્યો છે,
*અને આ વાંચીને તમારા ચહેરા પર જે હાસ્ય આવે છે એને જ મોક્ષ કહ્યો છે.....*