જીંદગી ને મોજથી જીવી લો...માન્યુ કે આ એક
જીંદગી માં ઘણાં દુખ રૂપી પડકારોને પાર પાડવા પડે છે. પણ હા , હસતા મુખે ખુશ રહેવું એ પણ દુખ રૂપી દુનિયાની અંદર સુખ નો અપાર ખજાનો છે.જે ગુમાવ્યું છે તેના માટે આ જીંદગી રડાવે છે ,પણ જે છે એને જ બધું સમજી ને હસતા મુખે ખુશી ખુશી જીવન જીવવાની અલગ જ મજા છે . જે વ્યકિત પાસે દરેક પરિસ્થિતિ માં ખુશ રહેવાની કળા છે, તે વ્યકિતને જીવનમાં કોઈ પણ પ્રકારનો ભાર લાગતો નથી. માત્ર ભૌતિક સંપતિ ભેગી કરવામાં જીવેલુ જીવન દુખ ના ઢગલાઓ જ આપે છે. તમારા હસતા મુખડા ને જોઈ ને બીજા બે વ્યકિત ને જીવન જીવવાની પ્રેરણા મળે એવું જીવન મોજથી જીવવું.
" લેખક "
" ધવલ ચૌહાણ "