જન્મદિને ગુલાબનું ફુલ આપી
કહ્યું ખરા દિલથી ચાહું તમને
લઇ લીધું મને કમને પણ કહ્યું
સાવ ખોટા છો કાંઈ પણ કહો
સમય સમયની વાત હતી આ
સમય એક એવો પણ આવ્યો
ગુલાબની જગ્યાએ સોનાનો હાર
ગરમ આલિંગન મળ્યું બદલામાં
દિલથી ના કહેવાયું ચાહું તમને
પણ સાચો પુરવાર તેમની નજરમાં
#ખોટું