ચાલને આજે ફરી એક વાર સાથે બેસી લઈએ
વીતી ગયેલા દિવસોમાં થોડુંક ફરીને આવીએ..
સમયની ચિંતા તું શું કામ કરે છે?
આજે હું સાથે છું તો મન ભરીને વાતો કરી લઈએ..
વરસતા વરસાદમાં કુદરને નિહાળવું મને ગમે છે એટલે જ કહું છું
ચાલને આજે આપણી આ મીઠી પળોમાં ખોવાઈ જઈએ..
આતો તું પોતાનો છે એટલે તને કહું છું
બાકી મને તો ક્યાં પડી છે કોઈનાથી...
તારી સાથે વરસાદમાં ભીના થઈને ફરી પ્રેમને તાજો કરવો છે .
મોરની કળામાં થોડુંક આપણે પણ ઝૂમી લઈએ...
વરસતી બુંદોમાં પણ એક મજાનું સંગીત હોય છે
ચાલને આજે એણે પણ સાંભળી લઈએ...
#Wet