#હૂંફ
તારા હુંફાળા સંવેદનશીલ મન ના કારણે તો મારો આ દુનિયા માં જન્મ થયો છે...
તારુ હૂંફાળું આલિંગન તો મને સુરક્ષિત રક્ષકવચ સમાન લાગે છે...
તારા હુંફાળા સ્પર્શ થી તો મને દુનિયા સામે જીતવા ની તાકાત મળે છે...
તારી હૂંફ થી તો હું મુક્તપણે વિહરવું હોય એટલું
વિહરી શકું છું...
તારા આ હૂંફ આપતા સંસ્કારના કારણે તો હું અન્ય ને હૂંફ આપતા શીખી છું...
તારા આ હુંફાળા હૃદયની હું બની સામ્રાજ્ઞી અને થઈ
સેવાયજ્ઞ ની સહભાગી...