💕પ્રેમનું પંચામૃત💕
નીતરતા દર્દની લાગણીઓ
ચાસણીમાં બોળી લાવી છું
મીસરી સમજી પ્રસાદી ચાખજે
ને પ્રેમનું પંચામૃત આપજે... હરી...!!
તરસ્યા ટેરવાઓની સંવેદનાઓને
જમનાજળમાં બોળી લાવી છું
પ્રેમરસ સમજી હોઠે લગાડજે
ને પ્રેમનું પંચામૃત આપજે...હરિ...!!
ભીની પાંપણોનાં સપનાઓને આંજીને
ચાંદની ની શીતળતામાં બોળી લાવી છું
રાધાની જેમ હૃદયેશ્વરી બનાવજે
ને પ્રેમનું પંચામૃત આપજે ...હરિ...!!
સોનલ.