હું અડગ મન નો છું માનવી,
રાખું છું હું મન મારું અડગ;
ભલેને આવે આંધી તુફાન,
કે પછી, આવે મોટા ખડક;
જીવન પથ પર એકલો ચાલુ,
છું દુનિયા થી હું સાવ અલગ;
મોજ મસ્તીમાં આગળ વધું,
હું તો છું એક એવો જ મલંગ ;
મંઝિલ મારી મેળવી ને જ રહું,
ના ભરતો હું પાછા મારા ડગ;
દુનિયા દારી થી છું સાવ અલગ,
મારા જીવવા નો છે આજ ઢંગ;
....✍️ વિ.મો.સોલંકી "વિએમ"