મુલાકાત તો કરવી છે તારી,
બસ એક વાર સમય તો નીકાળ મારી માટે....
ઉતરીને પગથિયાં દિલના અંદર તો જા,
પ્રેમનો ખજાનો ના મળે તો કરજે નફરત મને....
જુએ છે રાહ બધા મારી મુલાકાત માટે અને હું તારી,
બસ એક વાર સમય તો નીકાળ મારી માટે....
નફરત છે શું એ ભૂલી જશે તું
જો પહોંચી ગયો મારા દિલ સુધી તો...
દેખાશે તારો જ ચેહરો દિલની બધી દીવાર પર,
પણ એક વાર સમય તો નીકાળ મારી માટે...
આવી ગયો જો એક વાર પગથિયાં ઉતરીને,
તો ભૂલી જશે આ મતલબી દુનિયાને ..
પછી તો બસ થઇ જઈશું કૈદ મારા દિલમાં,
બસ એક વાર સમય તો નીકાળ મારી માટે....
અંજલી.. ✍️