Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાદળ ગરજે, મેહુલો વરસે,
આભ માં ચમકે વીજ,
આવી છે અષાઢી બીજ ;

કોયલ બોલે, મોરલીયો ટહુકે,
પંખી ના કલરવ નું સંગીત,
આવી છે અષાઢી બીજ ;

તરુ હરખે, ચમન મહેકે,
જાણે હરીયાળી નું સ્મિત,
આવી છે અષાઢી બીજ ;

હૈયું હરખે, મનડું મલકે,
હોઠો પર છે પ્રેમ ના ગીત,
આવી છે અષાઢી બીજ ;

જગ્ગનાથ જી ની યાત્રા નીકળે,
સાથે છે બલરામ ને સુભદ્રાજી,
આવી છે અષાઢી બીજ ;

કચ્છીઓ નું છે નવું વર્ષ,
કરે હરખ થી ઉજવણી,
આવી છે અષાઢી બીજ ;

*"અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ" *

....✍️ વિ.મો.સોલંકી "વિએમ"

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111483226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now