રોડ પર જતી ગાડી અચાનક જોરદાર બ્રેક મારી ઉભી રહી.
કંઇક ગભરાટ સાથે અંદર થી રાજલ અને જેની બહાર નીકળી.. રોડ પર જે દ્રશ્ય જોઈ જ રહ્યા...
રોડ પર હજી તાજુ ફૂલ જેવુ જ બાળક કપડાં માં લપેટાઈ ગયું હતું. અને એને કોઈ તરછોડી દીધું હતું.
એટલું સુંદર બાળક્ને કોણે આમ મુકયુ હશે??
જેની એ તરત જ બાળક્ને તેડી લે છે. એ તો એને ઘેર લઈ જવાની વાત કરે છે પણ રાજલ એને એમ કરતાં રોકે છે.
આપણે પોલીસ ને જાણ કરવી પડશે. પછી એને કોઈ અનાથાશ્રમ માં મોકલી આપવામાં આવશે. જેની લાગણીશીલ બની જાય છે.
પોલીસ આવી એની કાર્યવાહી કરી એને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરે છે.
જેની ને એનું સપનું પૂરું થશે એવું લાગ્યું..એની સુની રહેલી કોખ.. માતૃત્વ ધારણ ન કરી શકવાની પીડા આજે જાણે બાળક ને હાથમાં લેતાં જ માતૃત્વ છલકાઈ ગયું.
રાજલે છ મહિના સુધી લગાતાર કાર્યવાહી કરી એ બાળકને જેનીના હાથમાં સોંપ્યું.
ખુશખુશાલ ચહેરે જેની એ નાનાં બાળકની માતા બની ગઈ.વરસો વીતી ગયા હતા..
આજે ફાધર્સ ડે હતો...જેની અને રાજલની સામે એક નવયુવાન ઉભો હતો પર્વ. એમનો દિકરો.
રાજલ ને થયેલી બિમારી માં પર્વ એ પોતાના બધાં જ પગાર ની રકમ ઉપરાંત એનાં મિત્રો પાસેથી રુપિયા ની વ્યવસ્થા કરી દવાખાનામાં પિતાની સારવાર કરાવી અને ખડે પગે સેવા કરી.
આજે એમને દવાખાને થી રજા આપી હતી અને ફાધર્સ ડે પર રાજલ ને અમૂલ્ય ભેટ મળી હતી.
Happy father's day.
રુપ ✍️