#મૂર્ખ
આ શૃંગારથી મને સંકેતવાની ક્યાં જરુર છે તારે,
હું તો તારી સાદગીથી જ આ સાંજમા સમેટાઈ જાઉ છું
આ અત્તરના છાંટણાને ક્યાં હું સુંઘુ પણ છું ,
હું તો તારા અંતર આત્માની મીઠી સુવાસથી મહેકુ છું...
આ તારી આંખમાં શું કામ કરે છે તું કાજલ ઘાટું,
હું તો એક પ્રેમ ભરી નજરથી જ થાઉં છું લટ્ટું...
હું 'મૂર્ખ' નહીં બનું કોઈની પણ પાયલના રણકારથી,
આ દિલના ધબકારા વધી જાય છે તારા જ પગરવથી...