Gujarati Quote in Poem by Dipika Kakadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા ...,મને તું જોઈએ...,
સવારે ઊઠવા માટે મને એલાર્મની જરૂર પડે છે,
પણ તારો ચહેરો જોઈને દિવસની શરૂઆત કરવા
મને તું જોઈએ.‌..
ચલાવી લઉં છું હું મારૂ સ્કૂટર કશે પણ જવું હોય ત્યારે,
પણ તારા બાઈક પાછળ બેસીને લોંગ ડ્રાઈવ ની મજા લેવા
મને તું જોઈએ...
તને ભાવતી ચાટ અને ફ્રેન્ચફ્રાઈઝ મારા હાથથી બનાવીને ખવડાવીશ,
પણ મને ભાવતા આતિથ્યના સમોસા અને સાવરીયાની ભેળ પુરી ખવડાવવા
મને તું જોઈએ...
એમ તો ઉંઘ પણ આવી જાય છે સુવાળા તકિયા પર મને,
પણ તારા મજબૂત હાથ પર માથું રાખીને સૂવા
મને તું જોઈએ...
ચાલી શકું છું એકલી મારી મંઝિલને પામવા,
પણ ચાલતા જો પડી જાવ તો મને સંભાળવા
મને તું જોઈએ...
કલાકાર છું રંગ ભરુ છું કાગળ પર,
પણ મારી જિંદગીમાં રંગો ભરવા
મને તું જોઈએ... dipu

Gujarati Poem by Dipika Kakadiya : 111474213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now