હું જ હંકારું મારી હોડી...
પહેલાં તો સહેજ તકલીફ પડી
મક્કમ થયો જેવી ધ્રુજારી છોડી !
અવરોધોનો વરસાદ પણ થયો
અને હું હજુ વધું મજબૂત ભયો
જુસ્સાનાં હલેસાં પ્રેરણાની પતવાર
હિંમતથી હંકારે હોડી મારો નવો અવતાર
નથી હું ભીષ્મ તોય પ્રતિજ્ઞા કરું
નકારાત્મકતાને આક્રમકતાથી નકારું
હા ! મારી હોડી તો હું જ હંકારું...
- પંકિલ દેસાઈ