વટાવી આ વાટો ચાલી નીકળી આ મારગે,
એકલતા લઈ આ હ્રદયે મન થી બની મક્કમ બસ સાથ તારે!!
નથી આવડતું તરતા આ તળાવો માં ને નદીએ,
છતાં સાગર માં સમાણી એક જ આશે બસ સાથ તારે!!
ક્યાંથી ઉડાય આ પાંખ વિનાની પંખિણી થી આ વ્યોમે,
છતાં ઉડવાને આ આકાશે હાથ ફેલાવ્યા બસ સાથ તારે!!
એક અલ્ફાઝ નથી નીકળતો આ માનુષી મુખે,
આપવાને વ્યક્તવ્યો વિશાળ ચાલી નીકળી બસ સાથ તારે!!
વિશ્વ ની વિશાળતા ને વિચારે પણ નથી જાણી આ "મીરા" એ,
ખેડવા છે પ્રવાસો માઈલો ના બસ સાથ તારે!!!