કોરોના વાયરસને લીધે ચાર ચાર લોકડાઉન ભારતમાં આવીને ગયા ને હવે હાલ પાંચમું લોકડાઉન ઘણીબધી છુટછાટ સાથે ચાલી રહ્યુ છે દુકાનો, કારખાના, મોલ, મંદિર, મંઝીદ, વગેરે હવે ધીરે ધીરે ખુલી ગયાછે જે પ્રજાને જોઇએ તે બધુ જ હવે ધમધમાટ ચાલુ થઈ ગયું છે દોઢથી બે મહીના સુધી લોકો પોતાના ઘરમાં સુમસામ કામ વગર બેસી રહ્યા હતા તે સમયે જે લોકો કંટાળી ને સહેજ ઘરની બહાર નીકળ્યા હતા તેમને કદાચ પોલીસના નકામા દંડા પણ ખાવા પડયા હતા કોઇ ખરેખર કામથી બહાર નીકળતા હતા તો કોઇ ગમે તેમ સાચા જુઠા બહાના બતાવીને બહાર નીકળતા હતા આમાં તો ઘણીવાર બંન્ને પક્ષના લોકો ઢોર માર ખાતા હતા,
ખૈર હવે તો ગુજરાત સરકારે ઘણી જ છુટછાટ આપી હોવાથી લોકોએ બંધ પડેલા પોતાના નાના મોટા ધંધા વેપાર ખોલી દીધાછે, નોકરી વર્ગ પણ હવે પોતાની કંપનીઓમાં નોકરી કરવા લાગી ગયો છે આજ સૈ કોઇ ખુશ છે જાણે કે હવે લોકડાઉન ટોટલી અનલોક થઈ ગયું છે કોઇને કોઇની પરવા નથી સૈ પોતાના કામમાં વ્યસ્તછે જાણે હવે દુનિયામાં કોરોના નામનો કોઇ વાયરસ છે જ નહી!
સરકારે કોરોનાથી બચવા એક ગાઇડ લાઇન સૈને આપીછે કે મોંઢે હમેશાં માસ્ક પહેરો, વારંવાર પોતાના હાથ સાબુથી ધોવો, ને તમારા બે વચ્ચે એક મિટર જેટલું અંતર રાખો...
ભૈ, આવુ બધુ કરવાનો કોની પાસે સમય છે! આજ ઘણાખરા લોકો મોંઢે માસ્ક પહેરતા નથી ઘણા પહેરે છે તો ઘણા ખાલી ગળે રૂમાલ બાંધી ને ફર્યા કરેછે કોઇપણ જાતનું સોશિયલ distance જળવાતું નથી આજ બજારોમાં તૈયાર કાપડના માસ્ક તેમજ સેનીટાઇઝરની નાની નાની બોટલો જાહેર રોડ ઉપર વેચાયછે તો કોઇ પૈસા બચાવવા લેવા તૈયાર નથી!
પચ્ચાસ રુપીયાની મળતી આવી ચીજો શું આપણી જીંદગી કરતાં વધુ મુલ્યવાન દેખાયછે!
આજે કોઇપણ હોસ્પીટલમાં બિમારી સાથે જાવ તો આપણને હજારો લાખો રૂપિયાનું બિલ ભરવું પડેછે.તેની સામે આવા દશ વીસ રૂપિયા માં મળતા માસ્કની કોઇ વેલ્યુ નથી! આપણી જીંદગી બહુજ કીમતી છે એકવાર માણસની જીંદગી મલ્યા પછી બીજીવાર મળતી નથી એ સૈ કોઇ જાણેછે
તેમ છતાંય શું કામ આપણે સામે ચાલીને આપણે આપણી જીંદગી ખોટી રીતે બગાડવી જોઇએ!
જીવો લો જીંદગી મન ભરીને,
મરણ એકવાર સૈનુ આવવાનું છે તો જાણીજોઇને આપણે આપણા મોતને આવી રીતે કેમ બોલાવવું જોઇએ! કોરોના જેવા ભયાનક વાયરસ સામે આપણે આપણી જાતે જ બાથ ભીડવાની છે તેથી આપણે જ પુરી સમજદારી સાથે ને સારુ વિચારીને તેનાથી બચવા માટે જરુર આપણા મોંઢે માસ્ક પહેરવું જોઈએ ને હાથ પણ વારંવાર સાબુથી ધોવા જોઇએ
"કોરોના વાયરસથી આપણને બચાવવા કોઇ જ નહી આવે માટે જ આપણી રક્ષા આપણે ખુદ જ કરવી પડશે"...
જો આ ઉપરની બે લાઇન ધ્યાનથી સમજીને તેનુ પાલન કરશો તો કોરોના જેવા કોઇ જ વાયરસ આપણુ કંઇજ નહી બગાડી શકે.
(સમજદાર કો એક ઇશારા કાફી)