શું થઈ ગયું છે કેમ આટલી કટુતા
ક્યાં વીંધાયો તું કેમ આટલી કટુતા
કેવીરીતે ઘવાયું દિલ કેમ આટલી કટુતા
ક્યાં એંધાણ થયા કેમ આટલી કટુતા
ક્યાંથી વાગ્યા તીર કેમ આટલી કટુતા
કોનાથી રુઠયો તું કેમ આટલી કટુતા
મંદિરદ્વાર ખોલ્યા પણ રાખ્યું અંતર
કેમ આટલી કટુતા
કર માફ જોડું હાથ કરું વિનંતી
નથી સહેવાતી કટુતા છોડ રિસામણાં