ક્યાંક કોઈ એક એવુ,
પારકું હોવું જોઈએ.
જે નથી આપણુ છતાંય,
આપણું હોવુ જોઈએ.
નામ વગરના સંબધમાં પણ,
એવુ એક નામ હોવુ જોઈએ.
નથી જ જોઈતું કશું જ મારે,
તારી પાસેથી દોસ્ત.
બસ તારા ચહેરા પર,
સદા હાસ્ય હોવુ જોઈએ.
આવુ કહેનાર કોક,
જીવનમાં હોવું જોઈએ.
જે નથી આપણુ છતાંય,
આપણુ હોવું જોઈએ.