સાજન મારો સપના જોતો, હું સાજન ને જોતી
બટન ટાકવા બેઠીતી પણ ટાકિયું ઝીણુ મોતી...
મોતીમાંથી દડદડ પડતુ,અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાં ઓને પરણું???
એણે એના સપના માંથી,ચાંદો કાઢ્યો ગોતી
સુક્કી મારી સાંજને ઝાલી,ગુલાબજળમાં બોળી.
ખટમીઠાં સ્પસથી પુરી, અંગો પર રંગોળી
સુરજની ના હોય એવી રોમે રોમ જ્યોતિ.