#ઉગ્ર વિરોધ કરે મન મારી સાથે
કેમ કરી હું મન ને સમજાવું?
કરે છે ઈચ્છા એને મળવા ની
નહીં મળે હવે એ કેમ બતાવું?
ભુલી ને વસાવી છે નવી દુનિયા
નથી ત્યાં જગ્યા કેમ જણાવું?
ખુશ હશે એ એના જીવનમાં
પણ મન ને મારે કેમ મનાવવું?
મન કહે તું ચાલ મારી સંગાથે
શું એકવાર હું એને ન રીઝાવું?
#ઉગ્ર વિરોધ કરે મન મારી સાથે
... ✍️વિ.મો.સોલંકી "વિએમ"
#ઉગ્ર