શબ્દો તો હર કોઇ સમજે ,
ચુપકીદી પલ વારમાં સમજે એ મિત્ર ;
મુશ્કાન તો હર કોઇ સમજે ,
ખુશી પાછળ નુ દર્દ સમજે એ મિત્ર ;
મહેફીલ માં સાથે હોય સૌ ,
એકાંત માં ખભે હાથ રાખે એ મિત્ર ;
ઓળખાણ ની શું જરૂર છે ,
પગ ની આહટ થી ઓળખે એ મિત્ર ;
દિલ થી યાદ કરો ને ,
નજર સામે ચહેરો આવે એ મિત્ર ;
નસીબદાર છું હું કે ,
મને મળ્યા છે તમારા જેવા મિત્ર ;
"Happy Annual Best Friend Day"
...✍️ વિ.મો.સોલંકી "વિએમ"